IPL: દિલ્હી કેપિટલસે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું, ધોનીની વિસ્ફોટક ઇનિંગ CSKને જીત ન અપાવી શકી

New Update
IPL: દિલ્હી કેપિટલસે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું, ધોનીની વિસ્ફોટક ઇનિંગ CSKને જીત ન અપાવી શકી

દિલ્હી કેપિટલ્સ (DC)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 13મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 20 રનથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રવિવારે રમાયેલી બીજી મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં 191 રન બનાવ્યા હતા. 192 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી.ચેન્નઈ તરફથી અજિંક્ય રહાણેએ 30 બોલમાં 45 રન બનાવ્યા હતા જ્યારે એમએસ ધોનીએ 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને પણ બે સફળતા મળી.

Advertisment

DC તરફથી કેપ્ટન રિષભ પંતે 32 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નરે (52 રન) તેની IPL કારકિર્દીની 62મી ફિફ્ટી ફટકારી હતી. પૃથ્વી શોએ 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. CSK તરફથી મથિશ પથિરાનાને 3 વિકેટ મળી હતી.

Latest Stories