IPL Final: સનરાઈઝર્સ હૈદરાબાદના ફાઇનલમાં વળતા પાણી KKRને આપ્યો 114 રનનો ટાર્ગેટ

New Update
IPL Final: સનરાઈઝર્સ હૈદરાબાદના ફાઇનલમાં વળતા પાણી KKRને આપ્યો 114 રનનો ટાર્ગેટ

IPLની આખી સિઝનમાં 6 વખત 200 રનનો સ્કોર પાર કરનાર હૈદરાબાદ ફાઈનલમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રવિવારે કોલકાતાને 114 રનનો આસાન ટાર્ગેટ મળ્યો છે.

હૈદરાબાદે ટૉસ જીતીને કોલકાતા સામે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ક્વોલિફાયર-1ની જેમ કોલકાતાના ફાસ્ટ બોલરોએ હૈદરાબાદના બેટર્સને શરૂઆતમાં બેકફૂટ પર મૂકી દીધા હતા.

સ્ટાર્ક (2 વિકેટ)એ પહેલી જ ઓવરથી બ્રેક-થ્રૂ પૂરો પાડ્યો હતો. કોલકાતાએ 6 બોલરનો ઉપયોગ કર્યો અને તમામે વિકેટ ઝડપી. હૈદરાબાદ તરફથી એડન માર્કરમ (20 રન) સૌથી વધુ રન બનાવ્યા હતા.