Connect Gujarat
સ્પોર્ટ્સ

સ્ટેડિયમમાં બેસીને જોઈ શકાશે IPLની મેચો, પ્રતિબંધ હટાવાયો

સ્ટેડિયમમાં બેસીને જોઈ શકાશે IPLની મેચો, પ્રતિબંધ હટાવાયો
X

કોરોના મહામારીને કારણે દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. બીસીસીઆઈ દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે આઈપીએલની મેચો દરમિયાન સ્ટેડિયમમાં ફેન્સને મંજૂરી આપવામાં આવી છે. આઈપીએલ મેચોની ટિકિટ સત્તાવાર વેબસાઈટ www.iplt20.com પરથી ખરીદી શકાશે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલના બીજા તબક્કાની મેચ દુબઈ, શારજાહ અને અબૂધાબીમાં રમાશે. મેચ દરમિયાન દર્શકોના સ્ટેડિયમમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે જોકે દર્શકોએ કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.

Next Story