ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. તેમની મનપસંદ ઈવેન્ટ આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે. હરાજી ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના (જે બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખાય છે) ખાતે યોજાશે. અહીંથી 10 મિનિટના અંતરે આવેલી હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઈપીએલ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ઓપરેશન ટીમ વિઝા અને લોજિસ્ટિક જરૂરિયાતો માટે તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે.
IPL 2025ની મેગા ઓક્શનમાં જે 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તેમાં 36 ભારતીય અને 10 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આના પર 558.5 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. હેનરિક ક્લાસેન અને વિરાટ કોહલી એવા ખેલાડીઓની યાદીમાં ટોપ-2માં છે જેમને સૌથી વધુ રકમ સાથે જાળવી રાખવામાં આવ્યા છે. ક્લાસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 23 કરોડમાં અને વિરાટ કોહલીને આરસીબીએ રૂ. 21 કરોડમાં જાળવી રાખ્યો છે.