IRE vs WI : T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, આયર્લેન્ડની ધમાકેદાર જીત, વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું.!

વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આયર્લેન્ડે આ મેચ નવ વિકેટથી જીતી હતી.

IRE vs WI : T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, આયર્લેન્ડની ધમાકેદાર જીત, વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું.!
New Update

વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આયર્લેન્ડે આ મેચ નવ વિકેટથી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમે 17.3 ઓવરમાં એક વિકેટે 150 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે વિસ્ફોટક બેટ્સમેન પોલ સ્ટર્લિંગે 48 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. લોર્કન ટકર 35 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્નીએ 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. આયર્લેન્ડની જીતનો અસલી હીરો સ્પિનર ગેરેથ ડેનલી હતો. તેણે ચાર ઓવરમાં 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એવિન લેવિસ, નિકોલસ પૂરન અને રોવમેન પોવેલને આઉટ કર્યા હતા.

આઈસીસી રેન્કિંગમાં આયર્લેન્ડ 12મા ક્રમે છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાતમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ રેન્કિંગ ટોપ-10 દેશોમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આયર્લેન્ડના ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝના ત્રણ મેચમાં માત્ર બે પોઈન્ટ હતા. સુપર-12માં આયર્લેન્ડની ટીમ કયા ગ્રુપમાં જશે, તે સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચના પરિણામ બાદ નક્કી થશે.

#Connect Gujarat #BeyondJustNews #ICC #T20 World Cup #Australia #Ireland #Cricket Match #West Indies
Here are a few more articles:
Read the Next Article