New Update
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ઇતિહાસમાં આગામી સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે. તેમનો દાવો મજબૂત માનવામાં આવે છે.ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.
બાર્કલેએ મંગળવારે કહ્યું કે તે ત્રીજું કાર્યકાળ નથી ઇચ્છતા.આ પછી BCCI સેક્રેટરી જય શાહના ICC અધ્યક્ષ બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હજુ સુધી BCCI અને જય શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.ICCએ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ પુષ્ટિ કરી છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ઉમેદવાર નહીં હોય અને નવેમ્બરના અંતમાં તેમના વર્તમાન કાર્યકાળના અંતે પદ છોડશે.'
Latest Stories