/connect-gujarat/media/media_files/2024/12/06/oxVJeC9iWsWceKf2cdWO.jpg)
એડિલેડ ટેસ્ટ મેચ (IND vs AUS, 2nd Test)માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે વિકેટ લેતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. બુમરાહ આ વર્ષે એટલે કે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો છે. બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પોતાની પ્રથમ સફળતા હાંસલ કરી હતી. ખ્વાજા માત્ર 13 રન બનાવી શક્યો હતો. બુમરાહ આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ મામલે અશ્વિન 46 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર શોએબ બશીર છે, બશીરે આ વર્ષે અત્યાર સુધીમાં 45 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાના નામે 44 વિકેટ છે.
ડાબા હાથના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6-48 લીધી, જે ટેસ્ટ મેચોમાં તેની 15મી પાંચ વિકેટ છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે એડિલેડ ઓવલ ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટી સમયે ભારતને 44.1 ઓવરમાં માત્ર 180 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 42 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી તરફ કેએલ રાહુલે 37 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 31 રનની ઇનિંગ રમી હતી.