/connect-gujarat/media/post_banners/f83d503e0e37790519a8c266059159a501e9f24078433b290ec51907e46671d1.webp)
ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11માં 2 ફેરફાર સાથે ઉતરી શકે છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સ્ક્વોડનો ભાગ છે, એટલે તેનું રમવું પણ કન્ફર્મ જ છે. બીજી બાજુ આઉટ ઓફ ફોર્મ રજત પાટીદારની જગ્યા દેવદત્ત પડ્ડીકલ ડેબ્યૂ કરી શકે છે.ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં ફાસ્ટ બોલરને વધારે મદદ મળે છે. અહીં અત્યાર સુધી રમાયેલી 20 ઇન્ટરનેશનલ મેચમાં 61.69% વિકેટ ફાસ્ટ બોલરને મળી. સ્પિનર્સને 248માંથી 95 વિકેટ જ મળી, એટલે બંને ટીમ એકસ્ટ્રા પેસરને મેદાનમાં ઉતારવા માટે વિચારી શકે છે.ટીમ ઇન્ડિયા પાસે પેસ બોલિંગ ઓપ્શનમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને મુકેશ કુમાર છે. આકાશ અને સિરાજે છેલ્લી ટેસ્ટ રમી હતી. ત્યાં જ બુમરાહ સિરીઝના ટોપ વિકેટ ટેકર છે. આકાશ દીપે સારું પ્રદર્શન કર્યું, એટલે તેને બુમરાહ અને સિરાજ સાથે તક મળી શકે છે.