KKR vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સ નવી જર્સી પહેરીને ઈડન ગાર્ડન્સમાં કેમ આવ્યા, કારણ છે ખાસ...

IPL 2024ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટકરાશે. KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

New Update
KKR vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સ નવી જર્સી પહેરીને ઈડન ગાર્ડન્સમાં કેમ આવ્યા, કારણ છે ખાસ...

IPL 2024ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટકરાશે. KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌની ટીમ આ મેચમાં નવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી છે. લખનૌ ઈડન ગાર્ડન્સ મેદાનમાં વાદળીને બદલે મરૂન અને લીલી જર્સી પહેરીને આવ્યો છે.

Advertisment

લખનૌ સુપર જાયન્ટ્સ મરૂન અને લીલી જર્સી પહેરીને ઈડન ગાર્ડન્સમાં KKR સામે મેદાનમાં ઉતરી છે. તમને જણાવી દઈએ કે ફૂટબોલ ક્લબ મોહન બાગાનની ટીમ મરૂન અને લીલા રંગની જર્સી પહેરે છે. લખનૌ સુપર જાયન્ટ્સે મોહન બાગાનને સપોર્ટ કરવા માટે આ જર્સી પહેરી છે. લખનૌની ટીમના માલિક સંજીવ ગોયન્કા ઈન્ડિયન સુપર લીગમાં ભાગ લેનારી મોહન બાગાનના સહ-માલિક પણ છે અને તેથી જ ટીમ આ જર્સી પહેરીને આવી છે. ગત સિઝનમાં પણ લખનૌની ટીમ આ જર્સી પહેરીને ઈડન ગાર્ડન્સ મેદાનમાં આવી હતી.

Latest Stories