ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઇ ચાનુએ પેરિસ ઓલિમ્પિક માટે પોતાના મજબૂત દાવો દાખવ્યો છે. મંગળવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 200 કિલોનો ભાર ઉપાડ્યો. મીરાંબાઈ છેલ્લા કેટલાક સમયથી કાંડાની ઈજાથી ઝઝૂમી રહી હતી. પરંતુ તેમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું છે.
ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચાનુ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ અને બીજો ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રથમ વખત કોઈ ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી. તેણીને કાંડામાં ઈજા થઈ હતી જેના પછી તે થોડા સમય માટે રમત થી દૂર હતી. જોકે, હવે તેણે જોરદાર વાપસી કરી છે. મીરાબાઈના આ વજન વર્ગમાં ઘણા દિગ્ગજ ખેલાડી હાજર હતા. પરંતુ તેમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી. ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચીનના જિયાંગ હુઈ હુઆ ને મળ્યો જેણે કુલ 206 કિલો વજન ઉઠાવ્યું. તો બીજી તરફ ઓલિમ્પિક ચેમ્પિયન હુ ઝિઝુઈ માત્ર 198 કિગ્રા સાથે બ્રોન્ઝ મેડલ જીતી શક્યો અને તે મીરાબાઈથી પાછળ રહી ગયો મીરાબાઈની ઈજાની અસર તેની રમત પર ક્યાંક ને ક્યાંક દેખાતી હતી. આ કારણોસર તે માત્ર મુખ્ય ટૂર્નામેન્ટમાં જ ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકની ટિકિટ કાપવા માટે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મીરાબાઈએ અહીં જીતેલા સિલ્વર મેડલ માંથી મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે, જે અંતિમ ક્વોલિફિકેશન રેન્કિંગમાં ઉપયોગી થશે. મીરાબાઈની નજર હવે આવતા વર્ષે યોજાનાર 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડ કપ પર રહેશે, જ્યાં ભાગ લેવો તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.