મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી ટીમ MI ન્યૂયોર્કે અમેરિકામાં શરૂ થયેલી નવી T20 લીગ 'મેજર લીગ ક્રિકેટ'ની પ્રથમ સિઝન જીતી લીધી છે. તેઓએ ફાઇનલમાં સિએટલ ઓર્કાસને 24 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું. MI ન્યૂયોર્ક માટે કેપ્ટન નિકોલસ પૂરને મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. પુરણ 55 બોલમાં 137 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 249.09 હતો.
નિકોલસ પૂરન મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 388 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર (અણનમ 137)નો રેકોર્ડ પણ પૂરનના નામે નોંધાયેલો છે. MI ન્યૂયોર્કના ખેલાડી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 22 વિકેટ પોતાના નામે કરી હતી. મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ વોશિંગ્ટન ફ્રીડમના સૌરભ નેત્રાવાલકરે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ સામે કરી હતી. તેણે નવ રન આપીને 6 વિકેટ લીધી હતી.