મોદી સરકારે ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને આપી મંજૂરી, આવતા મહિને 3 રાજ્યોમાં રમાશે...

ફૂટબોલ રસિયાઓ માટે સારા સમાચાર છે. ભારતમાં મોટો આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. કેન્દ્ર સરકારે મહિલા ફૂટબોલ આયોજનની મંજૂરી આપી દીધી છે.

New Update
મોદી સરકારે ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને આપી મંજૂરી, આવતા મહિને 3 રાજ્યોમાં રમાશે...

ફૂટબોલ રસિયાઓ માટે સારા સમાચાર છે. ભારતમાં મોટો આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. કેન્દ્ર સરકારે મહિલા ફૂટબોલ આયોજનની મંજૂરી આપી દીધી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં દેશમાં અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના આયોજન મંજૂરી આપવામાં આવી હતી. ગોવા, મહારાષ્ટ્ર અને ઓડિશામાં આ વર્લ્ડ કપ યોજાશે.

કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકારે વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના આયોજન માટે સાઈનિંગ ઓફ ગેરન્ટી મંજૂર કરી છે. તેમણે કહ્યું કે, 11થી 30 ઓક્ટોબરની વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશે આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારતને ફૂટબોલ 'પાવરહાઉસ' બ્રાઝિલ, મોરક્કો અને યુએસએની સાથે મુશ્કેલ ગ્રુપ-એ'માં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપ-બી'માં જર્મની, નાઈજીરિયા, ચિલી અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનને ગ્રુપ-સી'માં કોલંબિયા, ચીન અને મેક્સિકોની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપ-ડી'માં જાપાન, તાન્ઝાનિયા, કેનેડા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ 11 ઓક્ટોબરથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે બીજી મેચ 14 ઓક્ટોબરના રોજ મોરક્કો સામે રમશે. ભારતને ફિફા વર્લ્ડ કપની યજમાની મળી હોય તેવી આ બીજી ઘટના છે. ભારતે અગાઉ 2017માં મેન્સ અંડર-17 વર્લ્ડ કપની યજમાની કરી હતી.

Latest Stories