મોઈન અલીએ કહ્યું ક્રિકેટને અલવિદા, બીજી વખત લીધો સંન્યાસ..!

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

New Update
aa

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ માટે બે વર્લ્ડ કપ જીતનાર આ ખેલાડીએ પોતાની 10 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દીધું છે. મોઈન અલીએ આ નિર્ણય ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સીમિત ઓવરોની શ્રેણીમાં પસંદ ન થયા બાદ લીધો હતો.

મોઈને અંગ્રેજી અખબાર ડેઈલી મેઈલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મોઈન અલીએ કહ્યું, "હું 37 વર્ષનો થઈ ગયો છું. આ મહિને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે મારી પસંદગી કરવામાં આવી નથી. મેં ઈંગ્લેન્ડ માટે ઘણું ક્રિકેટ રમ્યું છે. હવે આગામી પેઢી માટે સમય આવી ગયો છે."

ટેસ્ટ નિવૃત્તિમાંથી પુનરાગમન કર્યું

મોઈને 2021ના અંતમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ વર્ષ 2023માં ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના અનુરોધ પર તેણે એશિઝ શ્રેણી પહેલા પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. એશિઝ પછી, મોઈને ફરીથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. જો કે, તે સમયે મોઈન અલીએ ટેસ્ટને જ અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે તેણે ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

મોઈન અલીએ વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ ખેલાડીએ પોતાના દેશ માટે 68 ટેસ્ટ, 138 ODI અને 92 T20 મેચ રમી છે. ત્રણેય ફોર્મેટમાં કુલ 6678 રન, આઠ સદી અને 28 અર્ધસદી તેના બેટમાંથી આવી. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 366 વિકેટ પણ લીધી હતી. તેણે ઇંગ્લેન્ડ માટે તેની છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ-2024ની સેમિફાઇનલમાં આ વર્ષે ગયાનામાં ભારત સામે રમી હતી.

Latest Stories