MS ધોનીના જબરા ફેને લગ્નના કાર્ડ પર છપાવી માહીની ફોટો, પસંદ કરી લગ્નની અનોખી તારીખ..!

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે.

New Update
MS ધોનીના જબરા ફેને લગ્નના કાર્ડ પર છપાવી માહીની ફોટો, પસંદ કરી લગ્નની અનોખી તારીખ..!
Advertisment

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે. વાત એમ છે કે હાલ સોશીયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો. એમએસ ધોનીના તેણે પોતાના લગ્નના કાર્ડ પર ધોનીની તસવીર છપાવી હતી. આ સિવાય તેનો જર્સી નંબર પણ લખવામાં આવ્યો છે. લગ્નનું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Advertisment

ધોનીનો આ જોરદાર ચાહક છત્તીસગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે, જેનું નામ દીપક પટેલ છે. દીપક બાળપણથી જ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે અને તે ક્રિકેટ પણ રમે છે. દીપક જણાવે છે કે તેણે ધોનીને જોઈને કેપ્ટનશિપ શીખી હતી અને ગામની ટીમનું નેતૃત્વ કરે છે.

દીપકના લગ્ન થયા ગયા છે. દીપકે પોતાના લગ્નના કાર્ડ પર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની તસવીર છાપી હતી. આ સાથે જર્સી નંબર-7 પણ લખવામાં આવ્યું છે. વાસ્તવમાં દીપકના લગ્ન 7 જૂને થઈ ગયા છે. દીપકનો ક્રેઝ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે દીપકના લગ્નનું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

Latest Stories