MIvsDC:- દિલ્હી સામે મુંબઈ 10 રને હાર્યું તિલક વર્માની ફિફ્ટી એળે ગઈ

દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

New Update
MIvsDC:- દિલ્હી સામે મુંબઈ 10 રને હાર્યું તિલક વર્માની ફિફ્ટી એળે ગઈ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું હતું. અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. મુંબઈએ પણ જોરદાર લડત આપી હતી પરંતુ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન જ બનાવી શકી હતી.

મુંબઈ તરફથી તિલક વર્માએ 63, હાર્દિક પંડ્યાએ 46 અને ટિમ ડેવિડે 37 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 26 રન બનાવીને આઉટ થયો હતો અને ઈશાન કિશન 20 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી તરફથી રાશિખ સલામ અને મુકેશ કુમારે 3-3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને પણ 2 સફળતા મળી હતી.

દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 47 રન અને શાઈ હોપે 41 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી લ્યુક વૂડ, જસપ્રીત બુમરાહ, પીયૂષ ચાવલા અને મોહમ્મદ નબીને 1-1 વિકેટ મળી હતી.

Latest Stories