BCCI સેક્રેટરી જય શાહે નવા NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)નું ઉદ્ધાટન કર્યું. 2000થી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરિસરમાં ચાલી રહેલ NCA હવે BCCI-સેન્ટર ઓફ એક્સેલેન્સ (BCE) તરીકે ઓળખાશે. આ સાથે તે હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક પણ છે.પ્રેસિડન્ટ વીવીએસ લક્ષ્મણે કહ્યું કે- 'અહીંની આધુનિક સુવિધાઓ ખેલાડીઓને પોતાને શ્રેષ્ઠ બનાવવા અને ટોચના સ્તરની ફિટનેસ જાળવી રાખવામાં મદદ કરશે, જેનાથી ભારતને ત્રણેય ફોર્મેટમાં દબદબો જાળવી રાખવામાં મદદ મળશે.
આ માત્ર રિહેબ પોઇન્ટ હોવાની ધારણા ખોટી છે. ભાવિ પેઢીની સાથે વર્તમાન પેઢી પણ આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે તેનો આનંદ છે. જય શાહ જ્યારે કન્સ્ટ્રક્શન ટીમ સાથે પ્રથમવાર અહીં આવ્યા ત્યારથી તેમણે દરેક બાબતો માટે એક ડેડલાઈન સેટ કરી હતી. જેથી એક ચોક્કસ સમયગાળામાં કાર્ય પૂર્ણ થાય.'