Connect Gujarat
સ્પોર્ટ્સ

NEPAL એ T20I ક્રિકેટમાં એક કે બે નહીં પરંતુ 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, આ સિદ્ધિક્રિકેટમાં પ્રથમ વખત બની.!

નેપાળ ક્રિકેટ ટીમ હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે મોંગોલિયા સામે રમી રહી છે.

NEPAL એ T20I ક્રિકેટમાં એક કે બે નહીં પરંતુ 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, આ સિદ્ધિક્રિકેટમાં પ્રથમ વખત બની.!
X

નેપાળ ક્રિકેટ ટીમ હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે મોંગોલિયા સામે રમી રહી છે. આ મેચમાં મોંગોલિયાએ ટોસ જીતીને નેપાળની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મોકલી હતી.

પ્રથમ બેટિંગ કરીને નેપાળની ટીમે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં નેપાળની ટીમે T20I ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. નેપાળ તરફથી એક બેટ્સમેને સદી અને બેએ અડધી સદી ફટકારી છે.

નેપાળે 3 વિકેટ ગુમાવીને મંગોલિયા સામે જીત માટે 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. આવી સ્થિતિમાં નેપાળ T20I ક્રિકેટમાં 300નો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા અફઘાનિસ્તાને T20માં સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. તેણે 2019માં આયર્લેન્ડ સામે T20માં સૌથી વધુ 278 રન બનાવ્યા હતા.

આ સિવાય નેપાળના બેટ્સમેને ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. કુશલ મલ્લાએ 34 બોલમાં સદી પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ મામલે તેણે ડેવિડ મિલર અને રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જેમણે 35 બોલમાં સદી પૂરી કરી હતી.

આ સિવાય નેપાળે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. દીપેન્દ્ર સિંહ એરીએ 9 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તે T20માં સૌથી ઓછા બોલમાં અડધી સદી પૂરી કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. નેપાળ ક્રિકેટ ટીમે T20 ક્રિકેટના ત્રણ મોટા રેકોર્ડ પર પોતાનું નામ લખીને અન્ય ક્રિકેટ ટીમોમાં હલચલ મચાવી દીધી છે.

Next Story