Connect Gujarat
સ્પોર્ટ્સ

હવે, બેટ્સમેન અને બોલરો વચ્ચે જામશે જંગ, IPL-2024માં લાગુ થયો નવો નિયમ, વાંચો વધુ...

IPL 2024ની હરાજી દુબઈમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે IPLમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે, બેટ્સમેન અને બોલરો વચ્ચે જામશે જંગ, IPL-2024માં લાગુ થયો નવો નિયમ, વાંચો વધુ...
X

IPL 2024ની હરાજી દુબઈમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે IPLમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલમાં મેચનો ઉત્સાહ વધારવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. બેટ અને બોલ વચ્ચેની સ્પર્ધાને સમાન બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ નવો નિયમ શું છે? સમજો...

આખરે એ દિવસ આવી ગયો જેની ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. IPL 2024ની હરાજી દુબઈમાં એટલે કે, આજે 19મી ડિસેમ્બરે યોજાવા થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે IPLમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. IPLમાં મેચનો ઉત્સાહ વધારવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. IPL 2024માં હવે ઝડપી બોલરોને પ્રતિ ઓવર 2 બાઉન્સર નાખવાની છૂટ આપવામાં આવશે. બેટ અને બોલ વચ્ચેની સ્પર્ધાને સમાન બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ ફેરફારનું પરીક્ષણ ભારતની સ્થાનિક T20 ટુર્નામેન્ટ 2023-24 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનુભવી ખેલાડી જયદેવ ઉનડકટે આ બદલાવને વકાર્યો છે. ઉનડકટે કહ્યું કે, મને લાગે છે કે, એક ઓવરમાં 2 બાઉન્સર ખૂબ જ ઉપયોગી છે, અને મને લાગે છે કે, આ એક એવી વસ્તુ હશે જે બોલરને બેટ્સમેનોની સરખામણીમાં વધુ ફાયદો આપે છે.

Next Story