NZ vs ZIM : ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર, કોણ બન્યું કેપ્ટન?

ન્યૂઝીલેન્ડ ટીમના નિયમિત કેપ્ટન ટોમ લેથન ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બર્મિંગહામમાં રમાયેલી T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેમને આંગળીમાં ઈજા થઈ હતી,

New Update
tomms

ન્યૂઝીલેન્ડ ટીમના નિયમિત કેપ્ટન ટોમ લેથન ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બર્મિંગહામમાં રમાયેલી T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેમને આંગળીમાં ઈજા થઈ હતી, જેના પછી ન્યૂઝીલેન્ડ ક્રિકેટે હવે પુષ્ટિ આપી છે કે તેઓ પહેલી ટેસ્ટ નહીં રમે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 30 જુલાઈથી રમાશે.

NZ vs ZIM: ઈજાગ્રસ્ત ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર

હકીકતમાં, ટોમ લેથમ પહેલી ટેસ્ટમાંથી બહાર થયા બાદ, મિશેલ સેન્ટનરને ન્યૂઝીલેન્ડ (NZ vs ZIM 1st Test) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે લેથમની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે.

સેન્ટનર અત્યાર સુધીમાં 30 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને 1066 રન બનાવ્યા છે અને કુલ 74 વિકેટ લીધી છે. હવે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં, સેન્ટનર પાસેથી તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને વિજય તરફ દોરી જવાની અપેક્ષા રાખવામાં આવશે. ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વોલ્ટરે ટોમ લાથમ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે મિશેલ સેન્ટનરને ટેકો આપ્યો હતો.

Latest Stories