Connect Gujarat
સ્પોર્ટ્સ

PAK vs ENG: પાકિસ્તાનના આ મિસ્ટ્રી સ્પિનરે ડેબ્યૂ ટેસ્ટમાં જ 7 વિકેટ ઝડપી, ઈંગ્લેન્ડ 281 રનમાં ઓલઆઉટ

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

PAK vs ENG: પાકિસ્તાનના આ મિસ્ટ્રી સ્પિનરે ડેબ્યૂ ટેસ્ટમાં જ 7 વિકેટ ઝડપી, ઈંગ્લેન્ડ 281 રનમાં ઓલઆઉટ
X

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 51.4 ઓવરમાં 281 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદે સાત વિકેટ ઝડપી હતી. અબરરે 22 ઓવર નાખી અને 114 રન આપ્યા. આ સિવાય બાકીના ત્રણ પાકિસ્તાની બોલરોએ કુલ 23.4 ઓવર નાખી અને ત્રણ વિકેટ લીધી.

અબરારની આ ડેબ્યૂ ટેસ્ટ છે અને તેણે પ્રથમ દાવમાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અબરારની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલો ફટકો 38 રન પર લાગ્યો હતો. જેક ક્રાઉલી 19 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બેન ડકેટે ઓલી પોપ સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. સ્ટોક્સ 38 બોલમાં 30 રન અને જેક્સ 44 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી રોબિન્સન 14 બોલમાં 5 રન અને માર્ક વુડ 27 બોલમાં 36 રન બનાવી શક્યો હતો. ઝાહિદ મહમૂદે જેક લીચ અને જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ઈંગ્લેન્ડનો દાવ 281 રનમાં સમેટી લીધો હતો. પાકિસ્તાન માટે અબરારે ક્રાઉલી, ડકેટ, પોપ, રૂટ, બ્રુક, સ્ટોક્સ અને વિલ જેક્સ સહિત સાત બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા. આ સાથે જ ઝાહિદે રોબિન્સન, લીચ અને એન્ડરસનને આઉટ કર્યા હતા. અબરાર પાકિસ્તાન તરફથી ટેસ્ટ ડેબ્યૂમાં 5 વિકેટ લેનારો 13મો બોલર છે.

Next Story