New Update
/connect-gujarat/media/post_banners/e45b0f67cfbd424e5748561a4738485474ae1e3619781c2ce07909408ab8d8e9.webp)
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી એશિયા કપ 2023ને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. એવામાં હવે આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ નજમ સેઠીએ પણ ODI વર્લ્ડ કપ 2023ને લઈને તેનું ફાઉનલ નિવેદન આપી દીધું છે. જણાવી દઈએ કે નજમ સેઠીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાની ટીમ ત્યારે જ ODI વર્લ્ડ કપ રમવા ભારત જશે જ્યારે ભારતીય ટીમ આગામી એશિયા કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તેમના દેશમાં જશે. આ સાથે જ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેનું કારણ બંને દેશોની સરકાર વચ્ચે ચાલી રહેલા રાજકીય મતભેદ છે.
Latest Stories