/connect-gujarat/media/post_banners/d4e50a404fe8b01acd837a145ff3f5ab431ecc39dfb9c3b5b82e424600791b38.webp)
હવે T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર એક મહિનો બાકી છે ઘણી ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જ્યારે કેટલીક ટીમોએ વર્લ્ડ કપ માટે પોતાની નવી જર્સી પણ લોન્ચ કરી છે જેમાં ટીમ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન પાકિસ્તાનની નવી જર્સી પણ સામે આવી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ છે.
Same energy #Pakistan#new#kitpic.twitter.com/qnBm4Jth2w
— rafay👑❤️ (@Rafay_ali32) September 18, 2022
સોશિયલ મીડિયા પર નવી ટી-શર્ટમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને કેટલાક અન્ય ખેલાડીઓની તસવીર વાયરલ થઈ છે. જેની ચાહકો પણ મજાક ઉડાવી રહ્યા છે, જો કે પાકિસ્તાને હજુ સત્તાવાર રીતે નવી જર્સી લોન્ચ કરી નથી, પરંતુ આ લીક થયેલી તસવીરો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો પર ચાહકોએ પ્રતિક્રિયા આપી કે તે તરબૂચની ડિઝાઇન છે અને તે મુજબ વર્લ્ડ કપની જર્સી બનાવી છે. બાબર આઝમની નવી ડ્રેસ પહેરેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.