ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન PM મોદીએ જીત્યા સૌના દિલ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથ પણ થઈ ગયો ખુશ..!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

New Update
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન PM મોદીએ જીત્યા સૌના દિલ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથ પણ થઈ ગયો ખુશ..!
Advertisment

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસની રમત જોવા માટે બંને દેશોના વડાપ્રધાનો સ્ટેડિયમ પહોંચ્યા છે. અહીં બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાના દેશના કેપ્ટનને મેચ પહેલા સ્પેશિયલ કેપ આપીને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના દિલ જીતી લીધા હતા.

Advertisment

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું વિશેષ કેપ આપીને સન્માન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સ્ટીવ સ્મિથને આ ખાસ ટેસ્ટ મેચની કેપ આપી હતી. જ્યારે પીએમ મોદીએ સ્ટીવ સ્મિથને બોલાવ્યા અને હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું ત્યારે સ્મિથ અને અલ્બેનીઝ એકબીજામાં વ્યસ્ત હતા. આ પછી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પણ રોહિત શર્મા સાથે હાથ મિલાવ્યો અને ચારેય હાથ ઉંચા કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કર્યું. વડાપ્રધાન મોદીએ આ રીતે બધાના દિલ જીતી લીધા.

આ મેચમાં રમતની શરૂઆત પહેલા બંને નેતાઓએ ખાસ વાહનમાં સ્ટેડિયમનો એક રાઉન્ડ પણ લીધો હતો. આ દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ભરચક હતું અને દર્શકોએ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ મેચમાં ટોસ માટે એક ખાસ સિક્કો બનાવવામાં આવ્યો હતો, જેમાં બંને દેશોની 75 વર્ષની ક્રિકેટની યાદો દર્શાવવામાં આવી હતી.

Latest Stories