Connect Gujarat
સ્પોર્ટ્સ

રવીચંદ્ર અશ્વિન 100 ટેસ્ટ રમનાર 14મો ભારતીય ખેલાડી બનશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે.

રવીચંદ્ર અશ્વિન 100 ટેસ્ટ રમનાર 14મો ભારતીય ખેલાડી બનશે
X

ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ ધર્મશાલામાં રમશે. તે 100 ટેસ્ટ રમનાર ભારતનો 14મો ખેલાડી બનશે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો 77મો ખેલાડી હશે.અશ્વિન ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં 100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર હશે. તેમના પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, ઈશાંત શર્મા અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

અશ્વિન ઉપરાંત ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ મેચ હશે. તે 100 ટેસ્ટ રમનાર 17મો ઇંગ્લિશ પ્લેયર બનશે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ 100 મેચ રમનારા ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે. ઇંગ્લેન્ડના અત્યાર સુધીમાં 16 ખેલાડીઓ આ માઈલસ્ટોન હાંસલ કરી ચૂક્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. આ યાદીમાં ભારતનું નામ ત્રીજા નંબર પર છે.

Next Story