મેલબોર્નમાં રોહિત શર્માને જોઈને ફેન થયો ભાવુક, જબરદસ્તીથી મેદાનમાં ઘુસ્યા, હવે ચૂકવવા પડશે લાખો રૂપિયા.!

સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું

New Update
મેલબોર્નમાં રોહિત શર્માને જોઈને ફેન થયો ભાવુક, જબરદસ્તીથી મેદાનમાં ઘુસ્યા, હવે ચૂકવવા પડશે લાખો રૂપિયા.!

સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું અને ગ્રુપ 2માં ટોચ પર રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. મેચ દરમિયાન એક ભારતીય યુવા પ્રશંસક બેરિકેડિંગ તોડીને સીધો મેદાનમાં ઘુસી ગયો હતો.

મેદાનમાં પ્રવેશતાની સાથે જ ફેન સીધો ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસે દોડી ગયો અને હિટમેનને જોઈને ભાવુક થઈ ગયો. રોહિતને જોતાની સાથે જ તે રડવા લાગ્યો અને તેની નજીક ગયો. જો કે ત્યાં સુધીમાં સિક્યુરિટી ગાર્ડ પણ ફેન પાસે પહોંચી ગયા હતા અને તેને પકડી લીધો હતો. આ પછી રોહિત તે પ્રશંસકને મળ્યો અને તેને કંઈક કહ્યું અને પછી સુરક્ષાકર્મીઓ તેને પેવેલિયનમાં પાછા લઈ ગયા.

જો કે હવે આ ચાહકને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેદાનની સુરક્ષામાં અવરોધ ઉભો કરવા બદલ યુવાન પ્રશંસકને 6.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે તે ચાહકે હિટમેનને નજીકથી જોવા માટે લાખો રૂપિયા ચૂકવવા પડશે. મેચ બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ફેન્સ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.

Latest Stories