Connect Gujarat
સ્પોર્ટ્સ

SA vs BAN : રિલે રોસોએ T20 વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી

T20 વર્લ્ડ કપની 22મી મેચ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. સિડનીમાં ગ્રૂપ-2ની આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

SA vs BAN : રિલે રોસોએ T20 વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી
X

T20 વર્લ્ડ કપની 22મી મેચ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. સિડનીમાં ગ્રૂપ-2ની આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે બાંગ્લાદેશને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. તેના માટે રિલે રોસોએ સૌથી વધુ 109 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 63 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.

રિલે રોસોએ આ T20 વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી હતી. આ તેની ટી20 કારકિર્દીની બીજી સદી હતી. રોસોએ સતત બીજી T20 ઇનિંગમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે 4 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ ઈન્દોરમાં 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેને ઝિમ્બાબ્વે સામે બેટિંગ કરવાની તક મળી ન હતી. રોસોએ તેની 56 બોલની ઇનિંગમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા.

Next Story