Connect Gujarat
સ્પોર્ટ્સ

"T-20 વર્લ્ડ કપ" સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ

જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો

T-20 વર્લ્ડ કપ સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ
X

બે વખત આ ટુર્નામેન્ટ જીતનાર વેસ્ટઈન્ડિઝની ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડની પ્રથમ મેચમાં જ સ્કોટલેન્ડ સામે હારી ગઈ હતી. સ્કોટલેન્ડે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ટાર્ગેટ ચેઝ કરવા માટે ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમ 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના સાત બેટર દસના આંકડાને પણ સ્પર્શી ન શક્યા.

મેચમાં સ્કોટલેન્ડના સ્લો લેફ્ટ આર્મ બોલર માર્ક વોટે 3 વિકેટ લીધી હતી. જ્યારે ટીમ માટે જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો, જ્યારે નામિબિયાએ ક્વોલિફાઈંગ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

Next Story