Connect Gujarat
સ્પોર્ટ્સ

શિખર ધવને 50મી ફિફ્ટી ફટકારી, કોલકત્તાને ૧૮૦ રનનો ટાર્ગેટ આપ્યો

શિખર ધવને કારકિર્દીની 50મી અડધી સદી પૂરી કરી હતી. તેણે 41 બોલમાં અડધી સદી ફટકારી હતી. ચાલુ સિઝનમાં ધવનની બીજી ફિફ્ટી છે.

શિખર ધવને 50મી ફિફ્ટી ફટકારી, કોલકત્તાને ૧૮૦ રનનો ટાર્ગેટ આપ્યો
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ તબક્કાની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 180 રનનો ટાર્ગેટ મળ્યો છે. કોલકાતા તરફથી જેસન રોય અને રહેમાનુલ્લાહ ગુરબાઝ ઓપનિંગમાં આવ્યા છે.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સૌથી વધુ કેપ્ટન શિખર ધવને 47 બોલમાં 57 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 18 બોલમાં 21રન કર્યા હતા. છેલ્લે હરપ્રીત બ્રાર અને શાહરૂખ ખાને આઠમી વિકેટ માટે 17 બોલમાં 40 રન જોડ્યા હતા. કોલકાતા તરફથી સૌથી વધુ વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી હતી. તો સુયશ શર્મા અને નીતીશ રાણાને 1-1 વિકેટ મળી હતી.

ધવને 50મી અડધી સદી ફટકારી, કોહલી સાથે બરાબરી કરી

શિખર ધવને કારકિર્દીની 50મી અડધી સદી પૂરી કરી હતી. તેણે 41 બોલમાં અડધી સદી ફટકારી હતી. ચાલુ સિઝનમાં ધવનની બીજી ફિફ્ટી છે. લીગમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે તે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની બરાબરી પર આવી ગયો છે. વિરાટ કોહલીએ પણ થોડા દિવસો પહેલા પોતાની 50મી અડધી સદી ફટકારી છે.

Next Story