શુભમન ગિલે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ભુવીએ 5 વિકેટ લીધી; ગુજરાતે હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો

ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી

શુભમન ગિલે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ભુવીએ 5 વિકેટ લીધી; ગુજરાતે હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો
New Update

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનની 62મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો છે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. હૈદરાબાદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના ઓપનર શુભમન ગીલે (101 રન) પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે વર્તમાન સિઝનમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટર બની ગયો છે. બીજી બાજુ ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી હતી. ગુજરાતે ભુવનેશ્વરની છેલ્લી ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી હતી. ગિલે તેની IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં સદી પૂરી કરી હતી. તે આ સિઝનમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટર બની ગયો છે.

#GujaratConnect #Gujarat Titans #IPL match #GTvSRH #Shubman Gill #IPL2023 #Shubman Gill Hundreds #IPL Hundreds #IPL Highlights #Hardik Patel
Here are a few more articles:
Read the Next Article