Connect Gujarat
સ્પોર્ટ્સ

સુરત : CWG 2022માં ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ગોલ્ડ જીત્યો, પરિવારજનોએ જીતને વધાવી

કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળતા સુરતના હરમિત દેસાઈના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છવાયા હતા

X

કોમન વેલ્થ ગેમ્સમાં ગુજરાતનો ડંકો

સુરતના હરમીત દેસાઇએ મેળવ્યો ગોલ્ડ મેડલ

માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ છવાયા


કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળતા સુરતના હરમિત દેસાઈના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છવાયા હતા.સમગ્ર મેચ દરમિયાન ભારે રોમાંચના માહોલ સાથે હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતતા માતા પિતા સાથે સૌ કોઈ ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતા.

ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારત માટે ગોલ્ડનો વરસાદ થયો હતો. ખાસ કરીને ટેબલ ટેનિસ રમતમાં સુરતના હરમિત દેસાઈ દ્વારા ટેબલ ટેનિસમાં ફરીથી ગોલ્ડ મેડલ જીતતા સમગ્ર સુરતમાં ખુશીનો માહોલ છવાયો હતો.સુરતમાં હરમિતના માતા પિતાએ હર્ષના આંસુ સાથે હરમિતની જીતને વધાવી લીધી હતી.હરમિતને માતા અર્ચના દેસાઈ ખૂબ પ્રેશર સાથે મેચ નિહાળી શક્યા પણ નહોતા તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધા ખૂબ ટફ રહી હતી, સામેની ટીમ પણ ખૂબ મજબૂત હતી, છતાં હરમીતનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું જેના કારણે આ સફળતા મળી છે. જીતની ખુશી વ્યક્ત ન કરી શકાય તે પ્રકારની જોવા મળી હતી. હરમિતના પિતા રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે આ સફળતાથી અમે ખૂબ ખુશ છીએ અત્યારે આ સફળતા અમને સાતમા અસમાન કરતા પણ ઊંચી લાગી રહી છે. હરમિત દ્વારા મહેનત ખૂબ કરવામાં આવી હતી જેનું આ પરિણામ મળ્યું છે. હરમીત મેચ જીતી જતા માતાપિતાની આંખોમા હર્ષના આંસુ આવી ગયા હતા.


Next Story