સૂર્યકુમાર T20 પ્લેયર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ, વનડેમાં કોઈ ભારતીય નહી.!

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2022ના વાર્ષિક પુરસ્કાર માટે ખેલાડીઓના નામોને શોર્ટલિસ્ટ કર્યા છે.

New Update
સૂર્યકુમાર T20 પ્લેયર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ, વનડેમાં કોઈ ભારતીય નહી.!

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2022ના વાર્ષિક પુરસ્કાર માટે ખેલાડીઓના નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ટી20માં પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય અન્ય ત્રણ ખેલાડીઓને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. એક પણ ભારતીય ખેલાડીને વનડેમાં સ્થાન મળ્યું નથી. બંને ફોર્મેટમાં પાકિસ્તાનનો એક-એક ખેલાડી છે.

સૂર્યકુમાર યાદવ ઉપરાંત ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ઈંગ્લેન્ડના સેમ કરન અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે વનડેની વાત કરીએ તો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની સાથે ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. બંને ફોર્મેટમાં એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થનાર સિકંદર રઝા એકમાત્ર ખેલાડી છે.

Latest Stories