દુલીપ ટ્રોફી પહેલા સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત,ફિલ્ડિંગ કરતી વખતે હાથમાં ઇજા

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દુલીપ ટ્રોફીથી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરવાનો માર્ગ શોધી રહેલા સૂર્યકુમાર યાદવને ઈજા થઈ છે. શનિવારે બુચી બાબુ ટુર્નામેન્ટમાં તમિલનાડુ સામે ફિલ્ડિંગ

New Update
Screenshot_2024-09-01-08-13-18-01_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

દુલીપ ટ્રોફીથી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરવાનો માર્ગ શોધી રહેલા સૂર્યકુમાર યાદવને ઈજા થઈ છે. શનિવારે બુચી બાબુ ટુર્નામેન્ટમાં તમિલનાડુ સામે ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાના હાથમાં ઈજા થઈ હતી, જોકે ઈજાની ગંભીરતા હજુ સુધી જાણી શકાયું નથી. તે દુલીપ ટ્રોફીમાં ભાગ લઈ શકશે કે નહીં તે અંગે વધુ માહિતી નથી.

મુંબઈ માટે આ મેચ કંઈ ખાસ ન હતી અને ટીમ તમિલનાડુના 379 રનના જવાબમાં તેની પ્રથમ ઈનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં સૂર્યકુમારે 38 બોલમાં 30 રન બનાવ્યા હતા. તમિલનાડુએ તેના બીજા દાવમાં 286 રન બનાવ્યા અને મુંબઈને 510 રનનો ટાર્ગેટ આપ્યો.

Latest Stories