T-20 વર્લ્ડકપ: આજે ભારત- અમેરીકા વચ્ચે મેચ

T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલા કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું.

New Update
T-20 વર્લ્ડકપ

T-20 વર્લ્ડકપ

T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલા કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું.ભારત સામે મેદાનમાં ઉતરનારી અમેરિકાની ટીમ અંગે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે.

આ ટીમમાં 8 ખેલાડીઓ ભારતીય મૂળના છે. જેમાં કેપ્ટન મોનાંક પટેલ, હરમીત સિંહ, જસપ્રીત સિંહ, નોસથુષ કેંજીગે, નીતિશ કુમાર, મિલિંદ કુમાર, સૌરભ નેત્રાવલકર અને નિસર્ગ પટેલનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મૂળના બે ખેલાડી અલી ખાન અને શયાન જહાંગીર પણ છે.લીગ રાઉન્ડમાં ભારતની આ ત્રીજી મેચ છે અને ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. ભારતે આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું છે. જો ભારતીય ટીમ અમેરિકા સામેની મેચ જીતી જશે તો તે સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જશે. અમેરિકા માટે પણ આ જ સમીકરણ છે.

Latest Stories