T20 વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને 5 વિકેટે હરાવ્યુ

ICC T-20 વર્લ્ડ કપ 2024ની 35મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update
ઓસ્ટ્રેલિયા

ICC T-20 વર્લ્ડ કપ 2024ની 35મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.સ્કોટલેન્ડની હારનો ફાયદો ઇંગ્લેન્ડને થયો. ઇંગ્લેન્ડ 5 પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. તેનો રન રેટ સ્કોટલેન્ડ કરતા વધારે હતો. સ્કોટલેન્ડ ગ્રૂપ-Bમાં ત્રીજા સ્થાને છે.

Latest Stories