T20 વર્લ્ડ કપ 2024ની 15મી મેચમાં બાંગ્લાદેશે 2014ની ચેમ્પિયન શ્રીલંકાને બે વિકેટથી હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત છે. આ પહેલા બે મેચ રમાઈ હતી જે બંને શ્રીલંકાએ જીતી હતી.બાંગ્લાદેશે શનિવારે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બાંગ્લાદેશના સ્પિનર રિશાદ હુસૈને ત્રણ વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો.આ વર્લ્ડ કપમાં શ્રીલંકાની આ સતત બીજી હાર છે. અગાઉ શ્રીલંકાને દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું હતું. આ બાંગ્લાદેશની પ્રથમ મેચ હતી. ટીમ ગ્રુપ Dમાં ત્રીજા સ્થાને છે.