T20 વર્લ્ડ કપમાં ભારતે 2022ની તેમની પ્રથમ સત્તાવાર પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની બેટિંગની કમર તોડી નાખી અને આ રોમાંચક મેચ 6 રનથી જીતી લીધી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 180 રન બનાવી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ ભારતે અહીં એવો સટ્ટો રમી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રોહિત શર્માએ છેલ્લી ઓવર મોહમ્મદ શમીને આપી હતી. આ ઓવરમાં ભારતને કુલ 4 વિકેટ મળી હતી. અને ઓસ્ટ્રેલિયા માટે જીતવું મુશ્કેલ બની ગયું હતું.
ઓસ્ટ્રેલિયા માટે આ મેચમાં કેપ્ટન એરોન ફિન્ચે 76 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ફિન્ચ ઉપરાંત મિચેલ માર્શે 35, ગ્લેન મેક્સવેલે 23 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમારને 2, અર્શદીપ-હર્ષલ અને ચહલને 1-1 વિકેટ મળી હતી. જ્યારે મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં એક ઓવર કરી અને એમાં જ 3 વિકેટ લીધી.