Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ- NED vs SL : શ્રીલંકા સુપર-12માં પહોંચ્યું, નેધરલેન્ડને 16 રને હરાવ્યું.!

શ્રીલંકાએ રોમાંચક મેચમાં નેધરલેન્ડને 16 રને હરાવ્યું. આ જીત સાથે તેના ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે સુપર-12માં પહોંચી ગયો છે.

T20 વર્લ્ડ કપ- NED vs SL : શ્રીલંકા સુપર-12માં પહોંચ્યું, નેધરલેન્ડને 16 રને હરાવ્યું.!
X

શ્રીલંકાએ રોમાંચક મેચમાં નેધરલેન્ડને 16 રને હરાવ્યું. આ જીત સાથે તેના ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે સુપર-12માં પહોંચી ગયો છે. જો કે શ્રીલંકા સુપર-12માં કયા ગ્રુપમાં જશે તે હજુ નક્કી નથી. જો નામિબિયાની ટીમ UAE સામેની મેચમાં મોટા માર્જિનથી જીતશે તો લંકાની ટીમ ભારતના ગ્રુપ-2માં જશે. બીજી તરફ જો નામિબિયા ઓછા રનના માર્જિનથી હારશે અથવા જીતશે તો શ્રીલંકા ઓસ્ટ્રેલિયાના ગ્રુપ-1માં ટોપ પર જશે.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર કુસલ મેન્ડિસે સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 146 રન જ બનાવી શકી હતી. ઓડાડે 53 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. બીજા તરફ નેધરલેન્ડની વિકેટો પડતી રહી. જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 21 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરાંગાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મહિષ તીક્ષાણાને બે સફળતા મળી.

Next Story