T20 વર્લ્ડ કપ : નેધરલેન્ડની જીત, UAE ને રોમાંચક મેચમાં ત્રણ વિકેટથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

New Update
T20 વર્લ્ડ કપ : નેધરલેન્ડની જીત, UAE ને રોમાંચક મેચમાં ત્રણ વિકેટથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બીજી મેચ નેધરલેન્ડ અને UAE વચ્ચે હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા UAEએ નેધરલેન્ડ સામે 112 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં નેધરલેન્ડે 3 વિકેટે જીત મેળવી હતી. નેધરલેન્ડ માટે મેક્સે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. તેમના સિવાય કોલિને 17 રન અને કેપ્ટન એડવર્ડ્સે 16 રનની અણનમ ઇનિંગ રમી હતી.

યુએઈ તરફથી જુનૈદ સિદ્દીકીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય ચાર બોલરોને એક-એક વિકેટ મળી હતી. હવે નેધરલેન્ડની ટીમ સુપર 12માં જગ્યા બનાવવાની નજીક પહોંચી ગઈ છે. આ માટે નેધરલેન્ડે બાકીની બેમાંથી કોઈપણ એક મેચ જીતવી પડશે.

Latest Stories