Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ, SL vs IRE : શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

હોબાર્ટમાં રવિવારે (23 ઓક્ટોબર) આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની સામે 129 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

T20 વર્લ્ડ કપ, SL vs IRE : શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું
X

T20 વર્લ્ડ કપની 15મી મેચ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે હતી. હોબાર્ટમાં રવિવારે (23 ઓક્ટોબર) આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની સામે 129 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને શ્રીલંકાએ એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બંને ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતીને સુપર-12માં પહોંચી ગઈ છે. આ હાર બાદ આયર્લેન્ડ માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે, કારણ કે તેને હવે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સામે રમવાનું છે.

આ મેચમાં શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 68 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. ધનંજય ડી સિલ્વા અને કુસલ મેન્ડિસે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. અહીંથી શ્રીલંકાની જીત નક્કી થઈ હતી. ધનંજય 31 રન બનાવીને આઉટ થયો હતો. ચરિથ અસલંકાએ પણ 31 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી ગ્રેથ ડેલાનીએ એકમાત્ર વિકેટ લીધી હતી.

Next Story