/connect-gujarat/media/post_banners/e3a132c511d8c5f99b76a634da7e438c8eb1980408ff6b468c29ef707edf44a4.webp)
T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ રહી છે. શનિવારે (22 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પડોશી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ સાથે જ અફઘાનિસ્તાનને ઈંગ્લેન્ડનો સામનો કરવો પડશે. ચારેય ટીમો ગ્રુપ 1માં છે. કાંગારૂ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. સાથે જ ઈંગ્લેન્ડને આ વખતે ટ્રોફી જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યું છે. અફઘાન સ્પિનરો સામે તેની કસોટી થશે.
ગયા વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામસામે હતા. તે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે કિવી ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ન્યુઝીલેન્ડ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લેવા માટે આતુર હશે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી બે મેચ રમાઈ છે. ન્યૂઝીલેન્ડે 2016ની ગ્રુપ મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2021ની ફાઇનલમાં જીત મેળવી હતી.