T20 વર્લ્ડ કપ- WI vs ZIM: વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું, સુપર 12માં પહોંચવાની આશા જીવંત.!

T20 વર્લ્ડ કપની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું. હોબાર્ટમાં બુધવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે 154 રનનો લક્ષ્યાંક આપ્યો.

T20 વર્લ્ડ કપ- WI vs ZIM: વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું, સુપર 12માં પહોંચવાની આશા જીવંત.!
New Update

T20 વર્લ્ડ કપની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું. હોબાર્ટમાં બુધવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે 154 રનનો લક્ષ્યાંક આપ્યો.જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 122 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સુપર 12માં પહોંચવાની રેસમાં યથાવત છે. ક્વોલિફાયર રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સામે હારી ગયું હતું. આવી સ્થિતિમાં વિન્ડીઝ માટે આ કરો યા મરો મેચ હતી અને કેરેબિયન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને આઉટ થતી બચાવી હતી.

વેસ્ટ ઈન્ડિઝ માટે અલઝારી જોસેફ શાનદાર બોલિંગ કરી અને ચાર વિકેટ લીધી. આ સાથે જ જેસન હોલ્ડરે ત્રણ વિકેટ ઝડપી હતી. અકીલ હુસૈન, ઓબેદ મેકકોય અને ઓડિયન સ્મિથે એક-એક વિકેટ મેળવી હતી. ઝિમ્બાબ્વે તરફથી જોંગવેએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. તે જ સમયે મધેવેરે 27 રનની ઇનિંગ રમી હતી. 154 રનનો પીછો કરતા ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી હતી. પાંચ ઓવર રમાઈ ત્યાં સુધીમાં ઝિમ્બાબ્વેએ બે વિકેટના નુકસાને 47 રન બનાવી લીધા હતા. પરંતુ ઝિમ્બાબ્વેનો મિડલ ઓર્ડર ખાસ કંઈ કરી શક્યો નહોતો. ઝિમ્બાબ્વેએ 17 રનના ગાળામાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને અંતે સમગ્ર ટીમ 18.2 ઓવરમાં 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

#Connect Gujarat #BeyondJustNews #ICC #T20 World Cup #Australia #Cricket Match #West Indies #win
Here are a few more articles:
Read the Next Article