Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ - ZIM vs IRE : ઝિમ્બાબ્વેએ ટૂર્નામેન્ટમાં જીત સાથે કરી શરૂઆત, આયર્લેન્ડને 36 રને હરાવ્યું.!

T20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ સોમવારે હોબાર્ટમાં ગ્રુપ Bને 36 રનથી જીતી લીધું હતું.

T20 વર્લ્ડ કપ - ZIM vs IRE : ઝિમ્બાબ્વેએ ટૂર્નામેન્ટમાં જીત સાથે કરી શરૂઆત, આયર્લેન્ડને 36 રને હરાવ્યું.!
X

T20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ સોમવારે (17 ઓક્ટોબર) હોબાર્ટમાં ગ્રુપ Bને 36 રનથી જીતી લીધું હતું. તેઓ એક મેચમાં બે પોઈન્ટ ધરાવે છે પરંતુ નેટ રન રેટ પર સ્કોટલેન્ડથી પાછળ છે. બંને ટીમોના બે-બે પોઈન્ટ છે. સ્કોટલેન્ડે સોમવારે જ વેસ્ટ ઈન્ડિઝ સામે મોટી જીત હાંસલ કરી હતી. આનાથી તેનો નેટ રન રેટ +2.100 થયો. ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ +1.550 છે. આયર્લેન્ડ ત્રીજા અને વેસ્ટ ઈન્ડિઝ ચોથા ક્રમે છે.

મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં સાત વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 143 રન જ બનાવી શકી હતી. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ તોફાની ઇનિંગ રમતા 48 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સિકંદરનો સ્ટ્રાઈક રેટ 170.83 હતો. તેણે એક વિકેટ પણ લીધી હતી. સિકંદરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Next Story