બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે.

tteam
New Update

ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે. જે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈ ટેસ્ટ જીત્યા બાદ બીસીસીઆઈએ સ્કવોડની જાહેરાત કરી છે. ચેન્નાઈમાં જીત મેળવનાર ટીમ પર જ સિલેક્શન કમેટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમામ 16 ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. એટલે કે, અંદાજો લગાવી શકાય કે, બુમરાહને આગામી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે.

કાનપુર ટેસ્ટ 27 સપ્ટેમબરથી શરુ થશે.ચેપોક સ્ટેડિયમમાં રવિવાર 22 સપ્ટેમ્બરના સવારે ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં જ બાંગ્લાદેશને બીજી ઈનિગ્સમાં માત્ર 234 રન પર જ સમેટી લીધી હતી. અને આ મેચમાં 280 રનથી જીત મેળવી લીધી છે. આ જીતના થોડા કલાકો બાદ સિલેક્શન કમેટીએ કાનપુર ટેસ્ટ માટે સ્કવોડની જાહેરાત કરી છે અને કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, શ્રેયસ અય્યર, મુકેશ કુમાર, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે હજુ થોડી રાહ જોવી પડશે.

#Bangladesh #Team India #Test against
Here are a few more articles:
Read the Next Article