/connect-gujarat/media/post_banners/c7fbedcb26442c6dffed64e03c4aebb6a49131df612403f8020aaa855cde0647.webp)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબર (રવિવાર)ના રોજ રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ હશે. જો ભારત આ મેચ હારી જશે તો ભારત શ્રેણી પણ ગુમાવશે. આ સાથે જ મેચ જીતવાથી શ્રેણી 1-1થી બરાબર થઈ જશે. ભારતીય ટીમ બીજી વનડે મેચ માટે રાંચી પહોંચી ગઈ છે. લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને નવ રનના માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Touchdown Ranchi 📍#TeamIndia | #INDvSApic.twitter.com/HCgIQ9pk0M
— BCCI (@BCCI) October 8, 2022
રાંચી પહોંચતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓને તિલક લગાવવામાં આવ્યું હતું અને ટીમ ઈન્ડિયાનું સ્થાનિક સંગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.