ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, ઈંગ્લેન્ડને સૌથી શરમજનક હારનો કરવો પડ્યો સામનો..

ત્રીજી ટેસ્ટ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું અને ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હાંસલ કરી.

New Update
ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, ઈંગ્લેન્ડને સૌથી શરમજનક હારનો કરવો પડ્યો સામનો..

રોહિત બ્રિગેડે રાજકોટ ટેસ્ટમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી દરેક ભારતીયના દિલ જીતી લીધા હતા. જ્યાં રોહિત શર્માની કેપ્ટન્સીથી લઈને યશસ્વી જયસ્વાલની તોફાની બેવડી સદી સુધી બધાએ શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડના બેઝબોલને ઉડાવી દીધું હતું. તો યશસ્વી, ગિલ અને સરફરાઝ બાદ ભારતીય બોલરોએ પણ સારો દેખાવ કર્યો હતો.

ત્રીજી ટેસ્ટ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 434 રનથી હરાવ્યું અને ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હાંસલ કરી. ભારતની 557 ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી મોટી જીત હતી. ભારતે આપેલા 557 રનનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી અને આ રીતે ભારતે ત્રીજી ટેસ્ટ જીતી લીધી હતી. આ ટેસ્ટ જીતીને ભારતે શ્રેણીમાં પણ 2-1થી સરસાઈ મેળવી લીધી છે.

Latest Stories