લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરશે. ઇંગ્લેન્ડે તેનું 2026 સુધીનું કેલેન્ડર જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર મહિલા ટેસ્ટ રમાશે. જે આ ઐતિહાસિક મેદાન પર પ્રથમ મહિલા ટેસ્ટ હશે.
ઇંગ્લેન્ડ પણ 2025માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ રમશે, જે 22 વર્ષમાં બંને ટીમ વચ્ચેની પ્રથમ ટેસ્ટ હશે. ઝિમ્બાબ્વે બાદ ઈંગ્લિશ ટીમ 5 ટેસ્ટ માટે ભારતની યજમાની કરશે. આ પછી ઇંગ્લેન્ડ એશિઝ સીરીઝ રમવા સીધુ ઓસ્ટ્રેલિયા જશે.ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટેસ્ટ 2026માં ખાસ સમયે યોજાશે. ઇંગ્લેન્ડની મહિલા ટીમે છેલ્લે 1976માં દિગ્ગજ રશેલ હેહો ફ્લિન્ટની આગેવાની હેઠળ લંડનમાં ટેસ્ટ રમી હતી. આ ખાસ અવસરના 50 વર્ષ પૂર્ણ થવા પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે