T-20 ક્રિકેટ લીગ IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર થઈ !

વિશ્વની સૌથી લોકપ્રિય T-20 ક્રિકેટ લીગ IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર, એટલે કે 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

New Update
ipl value

વિશ્વની સૌથી લોકપ્રિય T-20 ક્રિકેટ લીગ IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર, એટલે કે 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્રાન્ડ વેલ્યુએશન કંપની બ્રાન્ડ ફાઇનાન્સના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

Advertisment

2023માં પહેલીવાર IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 10 બિલિયન ડોલરને પાર કરી હતી. ગયા વર્ષે એ 10.7 અબજ ડોલર હતી. જ્યારે 2009માં વેલ્યુએશન 2 બિલિયન ડોલર એટલે કે 16,943 કરોડ રૂપિયા હતું.બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચાર IPL ટીમ- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની બ્રાન્ડ વેલ્યુ પણ પહેલીવાર $100 મિલિયનને વટાવી ગઈ છે.IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે.

ચેન્નઈનું વેલ્યુએશન 52% વધીને 1,033 કરોડ રૂપિયા થયું છે. બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં મુંબઈ બીજા સ્થાને છે, એનું વેલ્યૂએશન 36% વધીને 1,008 કરોડ રૂપિયા થયું છે.RCB રૂ. 991 કરોડ (+67%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને છે. KKR રૂ. 923 કરોડ (+38%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથા સ્થાને છે. જ્યારે આ યાદીમાં SRH પાંચમા નંબરે છે.

Advertisment