/connect-gujarat/media/post_banners/79ac60dc8b8d80aca2dee12d6c78bef4d3d4a2e1d493956d1c15e2cd83c113f1.webp)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી 11 જૂન સુધી લંડનના ઓવલ મેદાનમાં આ મોટી મેચ રમવાની છે પણ આ વચ્ચે દરેક લોકોણઆ મનમાં એક સવાલ છે કે આ મેચમાં વાઇસ કેપ્ટન કોણ હશે? નોંધનીય છે એ વાઇસ કેપ્ટનનું નામ ટીમની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી કોણ નિભાવશે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભલે રોહિત શર્મા માટે ડેપ્યુટીના નામની જાહેરાત ન કરી હોય પણ હાલ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે અને એ અનુસાર ચેતેશ્વર પૂજારાને ઉપ-કપ્તાનીની જવાબદારી મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ લીધા બાદ ટીમ 23 મેના રોજ સબમિટ કરવામાં આવશે જે દરમિયાન પૂજારા ને સત્તાવાર વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયા માટે આ જવાબદારી નિભાવી ચૂક્યો છે.