U.S. માં જોવા મળ્યો માહિભાઈનો ક્રેઝ, M.S. ધોની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રમ્યા ગોલ્ફ..!

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે

U.S. માં જોવા મળ્યો માહિભાઈનો ક્રેઝ, M.S. ધોની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રમ્યા ગોલ્ફ..!
New Update

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે એવામાં તે કઈં પણ કરે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એમએસ ધોનીના ઘણા ચાહકો જાણે છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન હાલમાં યુએસએમાં છે. હાલ માહીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. હાલ આ તસવીર આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તસવીરમાં જોવા મળે છે કે મહેન્દ્ર સિંહ ધોની ટ્રમ્પની બાજુમાં ઊભા છે. કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચે યુએસ ઓપન મેચ દરમિયાન આર્થર એશે સ્ટેડિયમમાં જોવા મળ્યાના એક દિવસ પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોની ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતાં જોવા મળ્યા હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધોનીને ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. એમએસ ધોનીએ બુધવારે રાત્રે અમેરિકામાં વિશ્વના નંબર વન કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાન્ડર ઝવેરેવની ક્વાર્ટર ફાઈનલ મેચનો આનંદ માણ્યો હતો. આ મેચમાં અલકેરેઝે ઝવેરેવને હરાવીને યુએસ ઓપન 2023 સેમિફાઇનલ માટે ટિકિટ બુક કરી હતી. ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ટ્રોફી અપાવી હતી. આ સમયે તે પોતાના ફ્રી ટાઈમને ખૂબ એન્જોય કરી રહ્યો છે. 

#CGNews #India #World #MS Dhoni #cricketer #USA #donald trump #golf
Here are a few more articles:
Read the Next Article