Connect Gujarat
સ્પોર્ટ્સ

વડોદરા : નવા વર્ષે નવા કોટંબી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપની ક્રિકેટ મેચની દાવેદારી થશે, BCCIની 75 મેચો ફિક્સ...

બીસીએના જણાવ્યા મુજબ, કોટંબી સ્ટેડિયમ ખાતે બીસીસીઆઇની વિવિધ ટુર્નામેન્ટ્ની 75 જેટલી મેચો રમાશે,

વડોદરા : નવા વર્ષે નવા કોટંબી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપની ક્રિકેટ મેચની દાવેદારી થશે, BCCIની 75 મેચો ફિક્સ...
X

કોટંબી ખાતે નિર્માણાધિન બીસીએના ક્રિકેટ સ્ટેડિયમમાં આ વર્ષે આગામી મહિનાઓમાં રણજી, કૂચબિહાર, વિજય હજારે, મુશ્તાક અલિ ટ્રોફિ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટોની મેચો રમાતી જોવાનો લહાવો ક્રિકેટ પ્રેમીઓ માણી શકશે.

બીસીએના જણાવ્યા મુજબ, કોટંબી સ્ટેડિયમ ખાતે બીસીસીઆઇની વિવિધ ટુર્નામેન્ટ્ની 75 જેટલી મેચો રમાશે, જ્યારે આ વર્ષના અંતે ભારતમાં યોજાનારા આઇસીસી વર્લ્ડ કપની મેચ માટે પણ બરોડા ક્રિકેટ એસોસિયેશન દાવેદારી નોંધાવશે. કારણ કે, આગામી 6 મહિનામાં જ આઇસીસી ક્રિકેટ ટુર્નામેન્ટના આ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ થઇ જશે. બીસીએના ખજાનચી અજિત પટેલે જણાવ્યું કે, ‘હાલમાં સ્ટેડિયમનું જે ઝડપે કામ ચાલી રહ્યું છે, તે જોતાં 2023 માર્ચ સુધીમાં સ્ટેડિયમ તૈયાર થઇ જશે. ત્યારબાદ બીસીસીઆઇ જ નહીં તમામ કેટેગરીની મેચો માટે દાવેદારી નોંધાવી શકીશું.’ બીસીએના વાઈસ પ્રેસિડેન્ટ શીતલ મહેતા કહે છે કે, અત્યારે સ્ટેડિયમમાં બીસીસીઆઇની ક્રિકેટ મેચો માટે ખેલાડીઓનો ડ્રેસિંગરૂમ અનિવાર્ય, તૈયાર થતાં મેચો મળશે. આઇસીસીની એકાદ મેચ મળે તેવી શક્યતા નકારી શકાય નહીં.’ તો બીજી તરફ ક્રિકેટ સ્ટેડિયમને લીધે તમને શું ફાયદો થયો તેમ ગ્રામવાસીઓને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ‘જમીનોના ભાવ ઉચકાયા પણ સાથે જ બીસીએએ અમને દોઢ કિમીનો પાકો રસ્તો બનાવી આપ્યો છે. બીસીએ વતી વાત કરતા અજિત પટેલ કહે છે કે, ‘ અમે ગામના 6 યુવકોને કામ આપ્યું છે. સ્ટેડિયમ તૈયાર થતાં જ મેચો શરૂ થતાં અહીનો વિકાસ વધુ ઝડપી થશે.

Next Story